મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સમીક્ષા કરાઇ


SHARE







મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુકસાનની મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સમીક્ષા કરાઇ

મોરબી જિલ્લામાં ઓક્ટોબર- 2025 માં પડેલ કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન થયેલ છે તેની સમિક્ષા બેઠકનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરી આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ, ધારાસભ્ય, ઇન્ચાર્જ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને ત્યારે મંત્રીએ જરૂરી સૂચન કર્યા હતા.

મોરબી કલેક્ટર કચેરીના સભા ખંડમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ખેતી પાકમાં થયેલ નુકશાનની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે, ત્યારે અધિકારી/ કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી ખેડૂતો માટે કામગીરી કરે તે જરૂરી છે. અને નુકસાની સર્વેની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરીને કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીએ અધિકારીને તાકીદ કરી હતી.

આટલુ જ નહીં હાલમાં સર્વે માટે જે ટીમો બનાવવામાં આવેલ છે તેમાં જરૂર હોય તો વધારે ટીમોની રચના કરવા માટેની પણ સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકાવાર અને પાકવાર ફાઈનલ વાવેતર મુજબ ખરીફ પાક-2025 ની સ્થિતિ, વર્ષ-2025 માં વરસાદના આંકડા, જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની તાલુકાવાર વિગતો, નુકસાનગ્રસ્ત વિસ્તાર અને સર્વેની જોગવાઈ અને અમલવારી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી, ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરે, ઇન્ચાર્જ ડીડીઓ નવલદાન ગઢવી, એસપી મુકેશ પટેલ, ઇન્ચાર્જ અધિક કલેક્ટર ઉમંગ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા સહિતના પદાધિકારીઓ અને પ્રાંત અધિકારી, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, જિલ્લા ખેતવાડી અધિકારી સહિતના હાજર રહ્યા હતા






Latest News