કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


SHARE













મોરબીમાં ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ


મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં તકસીરવાનને એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કર્યો છે.

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નની ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપેલ છે.કેસની હકિકત જોઈએ તો, ફરીયાદી એવા મોરબીના વતની સંદિપભાઈ જગદિશભાઈ શેરસીયાએ સામાવાળા મોરબીના જ વતની અનિલ માવજીભાઈ ડાભીને સપ્ટેમ્બર, ૨૦૨૨ માં હાથ ઉછીના પેટે રૂા.૫,૦૦,૦૦૦ આપ્યા હતા અને આ રકમ પરત ચૂકવવા માટે સામેવાળા અનિલ માવજીભાઈ ડાભીએ રૂા. ૫,૦૦,૦૦૦ નો ચેક ફરીયાદીને આપ્યો હતો.જે ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યે પરત થતાં, ફરીયાદી સુનિલભાઇએ અનિલ માવજીભાઈ ડાભીને નોટિસ આપેલ છતા તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા અંતે ફરીયાદી સંદિપભાઈએ અનિલ માવજીભાઈ ડાભી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એસ.એ.મેમણ સાહેબે અનિલ માવજીભાઈ ડાભીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચૂકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનિષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલા હતા






Latest News