મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ


SHARE









મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને સહાય આપવા માટેની માંગ કરી હતી.

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સરકારની નીતિરીતિ સામે પ્રહાર કરીને કહ્યું હતું કે, કુદરતી આફતમાં ખેડૂતોને નુકશાન થયું છે તે જગ જાહેર છે તો પછી સર્વે કરીને સહાય આપવામાં વિલંબ કરવાના બદલે તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં કિશોરભાઇએ જણાવ્યુ હતું કે, વર્ષ 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા ખેડૂતોના ધીરાણ માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં ખેડૂતો ઉપર કુદરતી આફત આવી પડી છે ત્યારે ખેડૂતોનું ધીરાણ માફ કરવું જોઈએ. અને સર્વેની પ્રક્રિયા વિના ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર આપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News