મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આગેવાનો રાજકોટમાં NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં હાજર રહ્યા


SHARE







મોરબી જિલ્લાના આગેવાનો રાજકોટમાં NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં હાજર રહ્યા

વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેમજ NT-DNT સમુદાયના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા હતા. 

રાજકોટના રૈયાધાર વસાહતની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતમાં વસાહતના રહીશોને પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે ભરતભાઈ પટણીએ મુલાકાતમાં બાદ વિકસતી જાતિ કલ્યાણ અધિકારી તથા મામલતદાર વિગેરેને સ્વચ્છ પાણી પૂરું પાડવા, ગટર લાઈન અંગેની વ્યવસ્થા કરવા, નિયમિત સફાઈ કામ કરવા તથા વિજળીની સુવિધાઓ અપૂરતી હોવાથી તાત્કાલિક અગ્રિમતાના ધોરણે વ્યવસ્થાઓ પુરી પાડવા માટે સૂચના કર્યા હતા, NT-DNT સમુદાય લોકોને પડતી મુશ્કિલો આવાસ માટે જમીન, શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળા આ વસાહતોમાં ચાલુ કરવા માટે તથા શાકભાજી વ્યવસાય કરતા લોકોને સ્થાયી જગ્યાએ બ્લોક ફાળવણી કરવા તથા મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા લારીઓ ઉપાડી જવાની બંધ કરવા માટે કમિશનરને સૂચના આપવા માટેનો હુકમ કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ હતી. મોરબી જીલ્લામાથી સુરેશભાઈ પી .શિરોહીયા (પૂર્વ કાઉન્સિલર અને મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સુખદેવભાઈ દેલવાણીયા (પ્રભારી કચ્છ જીલ્લા યુવા ભાજપ)વસંતલાલ ડી. વ્યાસ (ઉપપ્રમુખ વ્યાસ પ્રગતિ મંડળ મોરબી) અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચોકોળી સમાજ આગેવાન અજયભાઈ વાધાણી, મોરબી કોળી સમાજ આગેવાન હાજર રહ્યા હતા.






Latest News