તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આજે દાદા ભગવાનની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આરતી યોજાઈ


SHARE











મોરબીમાં આજે દાદા ભગવાનની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આરતી યોજાઈ

મોરબી જિલ્લામાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવનું આયોજન કરાયું છે અને આજે દાદા ભગવાનની જન્મ જયંતી હોય તેની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા અને તેઓની હાજરીમાં દાદા ભગવાનની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર દાદા ભગવાનની 118 મી જન્મજયંતીને મહોત્સવનું મોરબીના આજે રવાપર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં ભવ્ય આયોજન કર્યું છે ત્યાં સુખ અને શાંતિ આપતી સાચી સમજણનો ખજાનો આજે ખુલ્લો મુકાયો છે. અને મોરબીના આંગણે દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણી અન્વયે તા. 3 થી 9 નવેમ્બર દરમિયાન ભવ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન પ્રસંગે અનિવાર્ય કારણોસર તે હાજર રહી શક્યા ન હતા. જોકે, પહેલા દિવસે દીપકભાઈનું પ્રવચન યોજાયું હતું

ઉલ્લેખનીય છે કે, મોરબીના આંગણે ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય તેવો કાર્યક્ર્મ ગઈકાલથી શરૂ થઈ ગયો છે. જેમાં “જોવા જેવી દુનિયા” અંતર્ગત વિવિધ થીમ સાથે જુદાજુદા લાઇવ પ્રોગ્રામનું આયોજ કર્યું છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જન્મજયંતી મહોત્સવમાં આજે સવારે 8:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને તેઓની તેમજ દીપકભાઈની હાજરીમાં આરતી તેમજ આશિર્વચનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. 

આ તકે દાદા ભગવાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક શૃંખલા “જ્ઞાની પુરુષ”ના ભાગ 6 નું દીપકભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે દીપકભાઈએ પ્રવચનમાં કહ્યું હતું કે, એઆઇ ના યુગમાં તમામે જાગૃત રહેવાની જરૂર છે. આપણે બહાર નાટકના ભાગ રૂપે બધા જ પાત્રો કરવાના છે પરંતુ અંદર કર્તા કોણ છે તે સહુ કોઈએ જાણવાની જરૂર છે. અને પુરુષાર્થ કરતા જ રહેવાનો છે.






Latest News