રાજ્યના મંત્રી બ્રિજેશભાઈએ કરેલા ખાતમુહુર્તનાં કામો ક્યારે ચાલુ થશે ?: રમેશભાઈ રબારી
મોરબીના આગેવાન દ્વારા ગુજરાતમાં એસ.ટી.ડેપો મેનેજરોની બદલી કરવાની માંગ
SHARE









મોરબીના આગેવાન દ્વારા ગુજરાતમાં એસ.ટી.ડેપો મેનેજરોની બદલી કરવાની માંગ
ગુજરાતમાં એસ.ટી.ડેપો મેનેજરની બદલીઓ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી નથી જેથી કરીને મેનેજરોની બદલી કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પી.પી.જોશી દ્વારા ગુજરાત એસટી વિભાગના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે
હાલમાં ગુજરાત એસ.ટી.મા ડેપો મેનેજરની ઘણા સમય થયા બદલીઓ થયેલ નથી. તેમજ તેઓ એક જ જગ્યાએ ચીટકીને બેઠા છે. જેથી મુસાફર જનતાના કામ સમય સર થતા નથી અને ઘણા ડેપો મેનેજરો ૧૦૦ કીલોમીટરની આસપાસ અપડાઉન કરે છે અને મુસાફર જનતાને સમયસર મળતા નથી. જેથી કોઇ ફરીયાદોનો નિકાલ થતો નથી અને એસ.ટી નિગમને આર્થિક રીતે ઘણુ જ નુકશાન થાય છે જેથી ત્રણ વર્ષથી ઉપરના સમયથી જે અધિકારીની સરકારી નિયમ મુજબ બદલીઓ કરવાની થાય છે તે તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરેલ છે તેઓએ જણાવ્યુ છે કે, મુસાફર અને નિગમના હિતને ધ્યાને રાખીને બદલી કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, રાત્રી દરમ્યાન કોઇ અધિકારીઓ હાજર હોતા નથી અને જે તે સમયે કોઇ અકસ્માત કે બ્રેક ડાઉનનો બનાવ બને ત્યારે મુસાફર જનતા આખી રાત્રી રોડ ઉપર વિતાવે છે માટે જવાબદાર અધિકારી ડેપો ઉપર હાજર રહે તે જરૂરી છે. તેમજ ઘણા વિભાગીય નિયામક હાલ ચાર્જમા છે ત્યા પણ નિમણુંક કરવી જરુરી છે કારણ કે ચાર્જમા રહેલા અધિકારીઓ નિતિ વિષયક નિર્ણય લઇ શકતા નથી. જેને કારણે નિગમને આવક ઓછી થાય અને મુસાફર જનતાને પુરો લાભ મળતો નથી જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી સમયસર કરવામાં આવે તેવી માંગ કરેલ છે
