કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ
Breaking news
Morbi Today

ડીઝલ ચોરીનો પર્દાફાશ: માળીયા (મી)ના સોનગઢ ગામે ટેન્કરમાંથી કાઢવામાં આવેલ 1800 લિટર ડીઝલ સાથે બે પકડાયા, 47.14 લાખનો મુદામાલ કબ્જે


SHARE













ડીઝલ ચોરીનો પર્દાફાશ: માળીયા (મી)ના સોનગઢ ગામે ટેન્કરમાંથી કાઢવામાં આવેલ 1800 લિટર ડીઝલ સાથે બે પકડાયા, 47.14 લાખનો મુદામાલ કબ્જે

માળીયા (મી)ના સોનગઢ ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર રામજી મંદિરની પાછળના ભાગમાં ડીઝલ ભરેલું ટેન્કર ઉભું રાખીને તેમાંથી ડીઝલની ચોરી કરતા બે શખ્સ રંગે હાથે પકડાયા હતા જેથી ટેન્કરમાંથી કાઢવામાં આવેલ 1800 લિટર ડીઝલનો જથ્થો તથા ટેન્કર અને ટેન્કરમાં ભરેલ ડીઝલનો જથ્થો મળીને કુલ 47.14 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને હાલમાં કુલ ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં અગાઉ ડીઝલ ચોરી અનેક વખત પકડાઈ ચૂકી છે તેવામાં વધુ એક વખત માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના સોનગઢ ગામમાં ડીઝલ ભરેલું ટેન્કર ઉભું રાખીને તેમાંથી ડીઝલની ચોરી થાય છે તેવી હકીકત મળી હતી જેના આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબારની સૂચના મુજબ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સોનગઢ ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં ડીઝલ ભરેલું ટેન્કર નંબર જીજે 19 વાય 1551 ઉભું રાખવામાં આવ્યું હતું અને તેમાંથી જુદીજુદી પ્લાસ્ટિકની નળીઓ વડે ડીઝલની ચોરી કરતા હોય તેવું સ્થળ ઉપરથી જોવા મળ્યું હતું જેથી જુદા જુદા 9 બેરલમાં ભરવામાં આવેલ 1,800 લિટર ડીઝલનો જથ્થો જેની કિંમત 1,44,000 તથા 28 લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર અને ટેન્કરમાં ભરેલ 22,000 લિટર ડીઝલનો જથ્થો જેની કિંમત 17.60 લાખ આમ કુલ મળીને 47,14,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટેન્કરના ડ્રાઇવર શ્યામજીસિંકૈલાશસિંરાજપૂત (53) રહે. સહજાનંદ રેસીડેન્સી દસકોઈ બારેજા અમદાવાદ મૂળ રહે યુપી તથા પરેશભાઈ ઉર્ફે લાલો ભુરાભાઈ વીરડા (41) રહે. સોનગઢ તાલુકો માળીયા વાળાને પકડવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં દશરથભાઈ જસાભાઈ હુંબલ રહે. મોટી બરાર તાલુકો માળીયા વાળાનું નામ સામે આવ્યું છે જેથી આ ત્રણેય શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રીજા આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News