ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને અનેરૂ આયોજન

આદીકાળથી સનાતન હિન્દુ ધર્મમા ગૌમાતાનુ પૂજન-અર્ચન કરવામા આવી રહ્યુ. ગૌમાતામા ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે ત્યારે ગૌસેવાના લાભાર્થે મોરબીના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન આગામી તા.૨૭-૧૨ સોમવાર થી તા.૨-૧ શનીવાર દરમિયાન કરવામા આવ્યુ છે જે અંતર્ગત પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરાવવા મા આવશે. પોથીયાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો  જેવા કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ સહીતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધૂમધામ થી ઉજવવા મા આવશે.

હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના પર્વ નિમિતે દાન-પૂણ્યનો મહીમા રહેલો છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવાના લાભાર્થે એવન્યુપાર્ક સોસાયટી ગરબીચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા વિવિધ પ્રસંગોમા યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેરની ધર્મપ્રેમી જનતાને હસુભાઈ ચંડીભમર (મો.૯૯૨૫૭ ૮૦૮૮૮), માવજીભાઈ પટેલ (મો.૯૦૯૯૦ ૧૭૯૦૦), રમાબેન કોઠીયા (મો.૯૭૨૭૮ ૭૧૯૧૯), જાગૃતિબેન કૈલા (મો.૯૭૨૬૮ ૦૭૩૪૦), નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮) પર સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે. શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહમા પધારવા તેમજ કથાનુ રસપાન કરવા એવન્યુ પાર્ક મહિલા મંડળે ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે તેમ જાગૃત નાગરીક નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.

 






Latest News