મોરબી : મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પુર્વે ચૂંટણી પ્રચારબંધ કરવા ફરમાન
મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં મોડેલ સ્કૂલ મોટી બરારનો દબદબો
SHARE









મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં મોડેલ સ્કૂલ મોટી બરારનો દબદબો
જીસીઇઆરટી ગાંધીનગર,રાજકોટ ડાયેટ અને બીઆરસી ભવન માળીયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવ'ની ઉજવણી મોડેલ સ્કૂલ મોટી બરાર તા.માળીયા ખાતે કરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકાની ૬ કયુડીસીના કુલ મળીને ૪૮ વિદ્યાર્થીઓએ ચિત્રકામ, કાવ્યગાન, વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.જેમાં મોડેલ સ્કૂલ મોટી બરારનો દબદબો જોવા મળ્યો હતો.માધ્યમિક વિભાગની વકતૃત્વ સ્પર્ધામાં રાજવીબા રાઠોડ પ્રથમ નંબરે, ઉચ્ચત્તર માઘ્યમિક વિભાગમાં નિબંધ સ્પર્ધામાં નિલમ ડાંગર પ્રથમ નંબરે, ઉચ્ચત્તર માઘ્યમિક વિભાગમાં ચિત્રકામ સ્પર્ધામાં નર્મદા ઝાલા બીજા નંબરે, ઉચ્ચત્તર માઘ્યમિક વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં વંશિકા ખડોલા ત્રીજા નંબરે વિજેતા થયેલ છે.
તમામ વિદ્યાર્થીઓને જીલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરવા બદલ અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ શિલ્ડ, પ્રમાણપત્ર અને સ્ટેશનરીની કીટ ભેટમાં આપવામાં આવી હતી.કાર્યક્રમની વ્યવસ્થા ભરતભાઈ વિડજા આચાર્ય મોડેલ સ્કૂલ મોટીબરાર અને તેમની શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિડજા અને મોડેલ સ્કૂલના તમામ શિક્ષકોએ ખૂબ સહયોગ અને સહકાર આપેલ હતો. કાર્યક્રમને શુભેચ્છા આપવા માટે અને સફળ બનાવવા માટે ડાયેટ રાજકોટના પ્રાચાર્ય મીનાક્ષીબેન રાવલ, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી મોરબી વતી શિક્ષણ નિરીક્ષક પ્રવીણભાઈ અંબારીયા, લાયઝન ઓફિસર શૈલેષભાઈ મેરજા, કલા ઉત્સવના જિલ્લા કક્ષાના કો-ઓર્ડિનેટર સોનલબેન ચૌહાણ, કલા ઉત્સવના જિલ્લા કક્ષાના સહ કો-ઓર્ડિનેટર અને બીઆરસી કો-ઓર્ડિનેટર નરેન્દ્રભાઇ નિરંજની અને તજજ્ઞ નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને અંતે વિજેતા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ મોરબી જિલ્લાનું નામ રોશન કરે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
