ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી


SHARE







મોરબીમાં એનએસએફના ફોર્મ ન સ્વીકારાતા છેવાડાના માનવીની હાલાકી વધી : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરીક પી.પી.જોષીએ લેખીતમાં રજૂઆત કરીને જણાવેલ છેકે, મોરબી સીટી અને તાલુકા વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી એવી રજુઆત મળેલ છે કે છેલ્લા ત્રણ મહીનાથી એન.એસ.એફના ફોર્મ એટલે કે સમાજના છેવાડાના માણસને ધંઉંચોખા તેમજ અન્ય રાશન મળી રહે તે માટેના ફોર્મ આમ તો કાયમી ધોરણે સ્વીકારવાના જ હોય છે.પરંતુ હાલમા ધણા સમયથી આ અગત્યની કામગીરી બંધ છે..! જે બાબતે મામલતદાર મોરબીને રજુઆત કરતા તેઓએ તા.૧-૧૧ ના પત્રથી જણાવેલ કે હાલમાં તેઓના ધણા કાર્યક્રમ હોય આ ફોર્મ અમો સમયસર લઇ શકતા નથી જેને લઇને ગરીબ અને જરૂરીયાત વર્ગના રાશનકાર્ડ ધારકો હેરાન થઇ રહ્યા છે માટે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરીને હાલમા એવી અરજ કરાયેલ છેકે એન.એસ.એફની અરજીઓ મોરબી સીટી મામલતદાર કચેરી ખાતે સ્વીકારવાનું ચાલુ કરવું જોઇએ અને તે અરજીઓ ચેક કરીને મોરબી મામલતદારે લાલબાગ ખાતે મોકલી આપે તો મોરબી મામલતદાર આગળની કાર્યવાહી કરી શકે અને ગરીબ માણસોને લાલબાગના ધકકા બંધ થાય અને ખોટા રીક્ષા ભાડા ન આપવા પડે.

વધુમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં મોરબી સીટી મામલતદારમાં એક નાયબ મામલતદાર પુરવઠાની પોસ્ટીંગ પણ થયેલ છે.તેમજ બે ઓપરેટરો પણ સરકારે ફાળવેલ છે તો જેતે ફોર્મ વેરીફાઇ કરીને મોરબી સેવાસદન ખાતે મોકલી આપવામાં આવે તો સહેલાઇથી આવી અરજીઓનો નિકાલ થઇ શકે તેમ છે માટે પ્રજાના હિતમાં આ મુદદાને અગ્રીમતા આપી યોગ્ય સુચનાઓ આપવામાં આવે તે જરૂરી બન્યુ છે.






Latest News