માળીયા પોલીસે બાતમી આધારે ૧૧૪૦ બોટલ ભરેલ ટેમ્પો સાથે એકને દબોચ્યો, એકની શોધખોળ
મોરબી : એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૧ અંતર્ગત વડાપ્રધાન ખેડૂતો સાથે સંવાદ કરશે
SHARE









મોરબી : એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૧ અંતર્ગત વડાપ્રધાન ખેડૂતો સાથે સંવાદ કરશે
વાઇબ્રન્ટ સમિટ-૨૨ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૧ આણંદ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, આણંદ ખાતે યોજાઇ રહેલ છે.આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૬ ડિસેમ્બરના રોજ નેચરલ ફાર્મિંગ અંગેનો નેશનલ કોન્કલેવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા વિવિધ રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય ગણમાન્ય મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ખેડૂતો સાથે ટુ વે વીડિયો કોન્ફરન્સથી યોજાશે.સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ૧૬ ડિસેમ્બર, ગુરુવારના સવારે ૧૦ કલાકેથી મોરબી જિલ્લા પંચાયત ભવનના પાર્કીંગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.કાર્યક્રમમાં પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સ્થાનિક ખેડૂતો જોડાશે. કાર્યક્રમના સ્થળે ઇ-શ્રમ કાર્ડ અને માઁ-કાર્ડ માટેનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે.જેથી ઉપરોક્ત સુવિધાઓનો લાભ લેવા માટે ઇચ્છુકોએ પણ હાજરી આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ફાયરીંગ બટમાં પ્રવેશબંધી
મોરબી જિલ્લાના પોલીસ કર્મચારીઓની વર્ષ-૨૦૨૧ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય તા.૧૯-૧ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે.તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૧૯-૧ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે તેમ યાદીમાં જણાવાયેલ છે.
