મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડના પગની પેની ચગડાઈ ગઈ: શરીરે ગંભીર ઇજા


SHARE













ટંકારાના ભૂતકોટડા ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડના પગની પેની ચગડાઈ ગઈ: શરીરે ગંભીર ઇજા

ટંકારાના ગજડી ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ભૂતકોટડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઇડરની કટ તરફ બાઈકને વાળવા જતા કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને આ બનાવમાં આધેડને બંને પગમાં ગંભીર ઇજા થયેલ છે તેમજ માથા, વાંસા અને ખંભામાં ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા દેવદાનભાઈ લક્ષ્મણભાઈ સવસેટા (50)એ બલેનો કાર નંબર જીજે 36 એઆર 1157 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 સીએમ 0125 લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ભૂતકોટડા ગામના પાટીયા પાસે દવાખાના તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે ડિવાઈડરની કટ તરફ જઈને પોતાનું બાઈક વાળતા આરોપી કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના જમણા પગની પેની ચગડાઈ ગઈ હતી અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે તેમજ માથા, વાસા અને ખભાના ભાગે ઈજા થયેલ છે જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલ આધેડે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News