મોરબીના રાજપર ગામ પાસે યુવાન ઉપર નજીવી વાતમાં હુમલો: માથામાં ટોમી ફટકારી
SHARE
મોરબીના રાજપર ગામ પાસે યુવાન ઉપર નજીવી વાતમાં હુમલો: માથામાં ટોમી ફટકારી
મોરબીના રાજપર ગામે આવેલ સરકારી ગોડાઉન નજીક યુવાન અને તેના શેઠ બંને આઇસરના ટાયરમાં પંચર કરાવવા માટે ઊભ હતા ત્યારે ત્રણેક દિવસ પહેલા જે શખ્સની સામે મજૂરી કામ બાબતે બોલાચાલી થયેલ હતી તે ત્યાં આવ્યો હતો અને યુવાનની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને તેને માથાના ભાગે લોખંડની ટોમી મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મિલની ચાલીમાં રહેતા કાસમભાઈ કાદરભાઈ કાજડીયા (30)એ હાલમાં અર્જુનભાઈ અરવિંદભાઈ દેવીપુજક રહે. કુબેર ટોકીઝ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, રાજપર ગામે આવેલ સરકારી અનાજના ગોડાઉન પાસે ફરિયાદીને ત્રણેક દિવસ પહેલા આરોપી સાથે મજૂરી કામ બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેના શેઠ પરેશભાઈ આઇસરના ટાયરમાં પંચરનું કામ કરાવતા હતા ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોખંડની ટોમી ફરિયાદીને માથાના પાછળના ભાગમાં મારીને ગંભીર ઇજા કરી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
દાતરડા વડે હુમલો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા હાજી દિલાવરભાઈ કાજડીયા (24) નામના યુવાનને મોરબીમાં તખતસિંહજી રોડ પાસે કોઈ શખ્સે દાતરડા વડે માર મારતા ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
આધેડ સારવારમાં
મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ પોલીસ લાઈન ખાતે રહેતા રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ચુડાસમા (56) નામના આધેડ મોરબી સુપર માર્કેટ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે