મોરબીમાં નજીવી વાતમાં યુવાને ગાળો આપીને છરીનો ઘા ઝીકયો: પાઇપ-ધોકા વડે ચાર શખ્સોએ મારમાર્યો
SHARE
મોરબીમાં નજીવી વાતમાં યુવાને ગાળો આપીને છરીનો ઘા ઝીકયો: પાઇપ-ધોકા વડે ચાર શખ્સોએ મારમાર્યો
મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા યુવાનના પગ પાસે એક શખ્સે કાર લઈ આવીને બ્રેક કરી હતી જેથી કાર ચાલકને યુવાને કહ્યું હતું તે બાબતે ઉશ્કેરાઈ ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ અને ધોકા પડે માર માર્યો હતો અને યુવાનને જમણા હાથમાં છરીનો ઘા મારીને ઇજા કરવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના રહેવાસી અને હાલમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટી શેરી નં-6 માં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વણોલ (23)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધ્રુવભાઈ દામજીભાઈ મકવાણા, દામજીભાઈ, અજય અને મહેશ રહે. બધા ભડીયાદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે જવાહર સોસાયટીમાં તે ઉભો હતો ત્યારે આરોપી ધ્રુવભાઈ તેની વરના કાર લઈને આવ્યો હતો અને ફરિયાદીના પગ પાસે બ્રેક મારી હતી જે બાબતે ફરિયાદીએ આરોપીને કહેતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી ત્યારબાદ દામજીભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે જમણા પગમાં માર માર્યો હતો તેમજ અજયએ ધોકા વડે માર માર્યો હતો ત્યારે આરોપી મહેશે ફરિયાદીને પકડી રાખેલ હતો અને ધ્રુવભાઈએ તેની પાસે રહેલ છરીનો ફરિયાદીને જમણા હાથમાં ઘ મારીને ઇજા કરી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.