મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન


SHARE









મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન

આગમી સમયમાં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે જેમાં PSI અને કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે અને તેની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. જેનો મોરબીના યુવાન અને યુવતીઓએ લાભ લેવા માટે આયોજક દ્વારા અપીલ કરાયેલ છે.

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા તા. 7/12 ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?, શું વાંચવું ?, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પુછાય છે ? વિગેરે જેવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. જેથી મોરબીના વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને છે. અને કાર્યક્રમમાં આવનારા વિદ્યાર્થીઓએ વોટ્સએપ નં.: 97272 47472 ઉપર નોંધણી કરાવવાની રહેશે. 




Latest News