મોરબીના ધરમપુર રોડે છોટા હાથીના ચાલકે હડફેટે લેતા માથામાં ઇજા થવાથી રાહદારી યુવાનનું મોત
મોરબીના જીવાપર અને આમરણ વચ્ચે બોલેરો પલ્ટી જતા બે યુવાનો ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં
SHARE
મોરબીના જીવાપર અને આમરણ વચ્ચે બોલેરો પલ્ટી જતા બે યુવાનો ઇજાગ્રસ્ત હાલતમાં
મોરબી તાલુકાના જીવાપર અને આમરણ વચ્ચે બોલેરો કાર પલ્ટી મારી ગઈ હતી.જે બનાવમાં બે યુવાનોને ઈજા પહોંચી હોય સારવાર માટે ખસેડાયા હતા.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના જીવાપર અને આમરણ ગામ વચ્ચે બોલેરો કાર રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માત બનાવમાં રવિ ભોજાભાઇ લાંબરીયા (ઉમર ૨૨) રહે.ચામુંડાનગર પ્લોટ વિસ્તાર ધ્રોલ જામનગરને તથા તેની સાથે ભાવેશ વિરમભાઈ ગમારા (ઉંમર વર્ષ ૩૫) રહે.ધુળકોટ મોરબી ને ઇજા થઈ હોય બંને ઇજાગ્રસ્તોને અત્રે આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના માથક ગામ ખાતે નવાપરામાં રહેતા કંકુબેન મનજીભાઈ કોળી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક વાહનમાંથી પડી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નવલખી હાઇવે ઉપર જેપુર ગામના બસ સ્ટેશન નજીક ટુ-વ્હીલર અકસ્માત બનાવમાં ઈજાઓ થતા ચિરાગ વારગિયા (૨૨), ઇકબાલ અનસારી (૪૪) તથા રાજકુમાર મંડલ (૩૩) રહે.ત્રણેય પીપળીયા ચોકડી નવલખી હાઇવેને ઇજાઓ થઈ હોય સારવાર માટે લાવ્યા હતા.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતો રોહિત અરવિંદભાઈ હમીરપરા નામનો ૨૧ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું વાહન સ્લીપ થવાથી અકસ્માત બનાવમાં ઈજા પામ્ય હોય સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના લીલાપર રોડ બોરીયા પાટી પાસે આવેલ તેજાણીની વાડી ખાતે રહેતા સોનલબેન અશ્વિનભાઈ પરમાર (૩૫) તથા રિયા અશ્વિનભાઈ પરમાર (૧૦) ને ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા રીન્કુબેન વિજયભાઈ વિડીયા નામના ૩૬ વર્ષીય મહિલા ઘરેથી બહાર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેઓનું બાઇક રસ્તામાં સ્લીપ થયેલ હોય ઈજા પામતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
ઇજાગ્રત વૃદ્ધ સારવારમાં
મોરબીના કેનાલ રોડ આંબાવાડી પાસે બાઈકમાંથી પડી જતા વેલજીભાઈ રાજાભાઈ પરમાર (૮૨) રહે.ઢીલાની વાડી પંચાસર રોડને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે મોરબીના વીસીપરા અમરેલી રોડ ખાતે રહેતો જયદીપ દિનેશભાઈ ઠાકોર નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીના નવાડેલા રોડ લુહાર શેરી પાસે હતો ત્યાં રિક્ષાવાળા સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ મારામારીમાં ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.તેમજ મોરબીના માધાપરા શેરી નંબર-૨૨ માં રામજી મંદિર પાસે રહેતા ખીમજીભાઇ વીરાભાઇ નામના ૫૪ વર્ષીય આધેડ બાઇક લઈને જતા હતા ત્યારે તેમના ઘર નજીકના વિસ્તારમાં તેઓનું વાહન સ્લીપ થઇ જતા ઈજા પામ્યા હોય દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા