માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબીમાં મણીમંદિર પાસે ખડકાયેલ દબાણ હાઈકોર્ટે તહોમતદારની પિટિશન નામંજૂર કર્યા બાદ સંયુક્ત ઓપરેશનથી તોડી પડ્યું: અધિકારી
SHARE
મોરબીમાં મણીમંદિર પાસે ખડકાયેલ દબાણ હાઈકોર્ટે તહોમતદારની પિટિશન નામંજૂર કર્યા બાદ સંયુક્ત ઓપરેશનથી તોડી પડ્યું: અધિકારી
મોરબીની ઐતિહાસિક ઇમારત વાઘ મહેલ (મણીમંદિર) પાસે જે દરગાહનું દબાણ હતું તેને દૂર કરવામાં આવેલ છે ત્યાર બાદ મોરબી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, તમામ પ્રકારની કાર્યવાહી કરીને કોર્ટના આદેશ પછી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણને દૂર કરવામાં આવેલ છે.
મોરબીમાં આવેલ સ્ટેટ વખતની ઐતિહાસિક ઇમારત એટલે કે "વાઘ મહેલ (મણીમંદિર) વર્ષ ૧૯૫૧ થી રાજય સરકાર હસ્તક છે. અને આઝાદી બાદ ગુજરાત રાજય અસ્તીત્વમાં આવતા મોરબીની સરકારી કચેરી વાઘ મહેલ(મણીમંદિર) કાર્યરત કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૦૧ ના ભુકંપમાં વાઘમહેલ (મણીમંદિર) ને નુકશાન થયું હતું જેથી ત્યાં બેસતી સરકારી કચેરીનો કાયમી ધોરણે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. ત્યાર બાદ વાયબ્રન્ટ ગુજરાત-૨૦૦૭ સમીટમાં ગુજરાત હેરીટેઝ કન્ઝવેશન સોસાયટી દ્વારા મણીમંદિર પુન:વસન માટે રૂપિયા ૨૫ કરોડનું રોકાણ કરવાનું આયોજન હતુ,
તે દરમ્યાન મહારાણી સાહેબ ઓફ મોરબી વિજયકુંવરબા દ્વારા મણીમંદિરને વિશ્વ કક્ષાના મ્યુઝીયમ તરીકે ઉપયોગ કરી શકાય અને પ્રજાહિત માટે ખુલ્લુ મૂકવામાં આવે જેમા ઐતિહાસિક ધરોહરના ભાગરૂપે સૌરાષ્ટ્રની ભાતિગળ સંસ્કૃતિની જાળવણી કરી રાજયના ઐતિહાસિક મૂલ્યોના વિવિધ પાસાઓને આવરી લેતુ મ્યુઝીયમ બનાવવાની દરખાસ્ત રજુ થતા મોરબી ખાતેનું મણીમંદિર તરીકે જાણીતું હેરીટેજ જે રાજય સરકારની માલિકીનું છે. તે મ્યુઝીયમ બનાવવાના હેતુથી મહારાણી સાહેબા ઓફ મોરબીને રૂપિયા ૧ ના વાર્ષિક ટોકન ભાડેથી ૨૦ વર્ષની લીઝ પર શરતોને આધિન ફાળવવામાં આવ્યું હતું.
આ સવાલવાળી જમીન સીટ નું ૧૨૮ સર્વે નં ૧ હેઠળનો ૩૩૦૮૦.૭૬ પૈકીની ગણાય છે. આ સદરહું જમીનમાં હાલના ધારણકર્તા તરીકે જાહેર બાંધકામ ખાતું, સરકાર અને તાલુકા પંચાયત કચેરી, પ્રોપટી કાર્ડમાં દર્શાવેલ છે. તે પૈકીની જાહેર બાંધકામ ખાતાના કબ્જા હેઠળનો ખુલ્લી જમીન ૨૧૯૬૧.૦૦ ચો.મી. મિલ્કત વિલીગ્ડન સેક્રેટરી હાઉસ એટ્લે કે મણીમંદિર તરીકે ઓળખાય છે. તે મહારાણી વિજયકુંવરબાને વાર્ષિક રૂપિયા ૧ ના વાર્ષિક ટોકન રેટ પર તા. ૨૬-૧૨-૨૦૦૮ થી શરૂ કરી ૨૦ વર્ષ માટે એટલે કે તા. ૨૫-૧૨-૨૦૨૮ સુધી ભાડા પટે આપેલ છે. અને આ મણીમંદિરની માલિકી સરકારની છે. જો કે, મણીમંદિર મિલ્કતની અંદર કેમ્પસમાં હશમશા ફકિરશા ઝાફર દ્વારા ૯૦ X ૩૪ ચો ફુટ જે આશરે ૩૫૦૦ ફુટમાં વિવાદાસ્પદ દબાણ કરવામાં આવ્યું હતું
જેથી દબાણ કરનારને તા. ૧૮/૦૧/૨૦૨૨ થી અનધિકૃત દબાણ દુર કરવા માટે નોટીસ આપવામાં આવેલ હતી તેમજ તા. ૦૭/૦૨/૨૦૨૨ ના રોજ વિવાદાસ્પદ દબાણ દુર કરવા આખરી નોટીસ આપવામાં આવેલ હતી. તેમ છતા દબાણ દુર કરવામાં આવ્યું ન હતું. જેથી મોરબી સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪, નિયમ-૮ તળે જમીન પચાવી પાડનાર વિરુધ્ધ ઓનલાઇન અરજી કરેલ હતી જે અન્વયે ગુજરાત જમીન પચાવી પાડવા અધિનિયમ-૨૦૨૦ ની તા. ૨૩/૦૫/૨૦૨૨ ના રોજ કલેકટર મોરબીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવેલ હતી. જે બેઠકમાં સવાનુમતે એફ.આઇ.આર. દાખલ કરવાનો આદેશ થયો હતો જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૪/૦૯/૨૦૨૨ થી એફ.આઇ.આર. દાખલ કરેલ હતી.
ત્યાર બાદ મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબ્રીગ કેસ નં ૨૭/૨૦૨૨ ના તા. ૧૧/૧૧/૨૦૨૫ ના ચુકાદામાં જણાવ્યા મુજબ સરકારી જમીન ઉપર દબાણ કરનાર હાશમશા ઝાફરશા ફકિર કે જેને ગેરકાયદેશ રીતે જમીનનો કબ્જો કરેલ હોવાનું કલેકટર તથા જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૦૨ ની જોગવાઇ મુજબ રચાયેલ સમીતીએ ઠરાવેલ છે અને ત્યારબાદ હાલની ફરીયાદ થયેલ છે અને ફરીયાદીના કામે ચાર્જસીટ થયા બાદ આરોપીનું અવસાન થયેલ હોય આરોપીએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરેલ છે જેથી આરોપીએ કરેલ ગેરકાયદેસર કબ્જો પરત મેળવવા કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે કલેક્ટરને જણાવ્યુ હતું.
જેથી કલેકટર દ્વારા તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ સરકારી જમીન પર કરેલ દબાણ દુર કરવા માટે આદેશ કર્યો હતો જેથી માર્ગ મકાન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણ કરનારને સરકારી જગ્યા ખાલી કરવા માટે તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ નોટીસ આપવામાં આવી હતી ત્યારબાદ તહોમતદાર દ્વારા નામદાર હાઇકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લીકેશન નં. ૧૬૦૮૨ ઓફ ૨૦૨૫ અન્વયે પીટીશન દાખલ કરવામાં આવી હતી જે પીટીશન નામદાર હાઇકોર્ટ દ્વારા તા. ૦૨/૧૨/૨૦૨૫ ના જજમેન્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી જેથી સ્થાનિક તંત્ર એટલે કે કલેકટર, પોલીસ અધિક્ષક અને મોરબી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સંયુકત કાર્યવાહી કરીને વાઘ મહેલ (મણીમંદિર)ના કેમ્પસમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણને તોડી પાડીને દૂર કરવામાં આવેલ છે.