મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન


SHARE









મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન

મોરબીના સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે શ્રી સતવારા સમાજ સંગઠન-મોરબી દ્રારા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સાચી કારકિર્દીની પસંદગી માટે એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર-૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનારમાં મુખ્ય જામખંભાળિયાના નિષ્ણાતો શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રના અનુભવી માર્ગદર્શકો ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.તેમજ SPIPA મોરબી જિલ્લા કો-ઓર્ડિનેટર  મોરબી જિલ્લામાં સરકારી નોકરીની તૈયારી કરાવતા તજજ્ઞ ખાસ ઉપસ્થિત રહેશે.અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી નોકરી, ધોરણ ૧૦-૧૨ પછી શું ? અને કોલેજ પછીના શ્રેષ્ઠ વિકલ્પો અંગે સચોટ માહિતી આપશે.સેમિનારમાં બેઠક વ્યવસ્થા અને આયોજનની સરળતા માટે દરેક વિદ્યાર્થીએ અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:

https://forms.gle/EkXaWknjPyxAEMsRA  કાર્યક્રમ તારીખ: 15/08/2026,શનિવાર  દિન, સમય: રાત્રે 9:30 કલાકે સ્થળ: શ્રી સતવારા સમાજ વાડી, પંચાસર રોડ , મોરબી.સતવારા સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સમયસર પધારી આયોજનને સફળ બનાવો તેવું શ્રી સતવારા સમાજ સંગઠન – મોરબી તરફથી ભાવભર્યું નિમંત્રણ છે.

મોરબીમાં ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
સંસ્કાર બ્લડ બેંકના હોલ, GIDC મોરબી ખાતે તા.16-08-2026ના રવિવારે  રાત્રે 9-00 વાગ્યે એક અનોખો કાર્યક્રમ યોજાશે.જેમાં મોરબીના પસંદ કરેલાં અને નિવડેલા સફળ યુવા વક્તાઓ વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. આ યુવાનોને સાંભળીને પ્રોત્સાહન આપવા મોરબી જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં પધારવા સ્નેહસભર આમંત્રણ છે.આ મુજબ ભારતીય વિચાર મંચ મોરબીના અધ્યક્ષ દિલીપભાઈ સુરાણી અને મંત્રી પાર્થભાઈ શેરસિયાની યાદીમાં જણાવાયું છે.જેમાં વિસ્મય ત્રિવેદી, વિધિ પંડ્યા, રાહુલ જીંજુવાડિયા, દિશા ધામેચા, બંસી મિરાણી, ભવ્ય બોપલિયા, મુગ્ધરાજસિંહ ઝાલા, અંશ ચાવડા, જીજ્ઞેશ બારૈયા, દિશા સુરાણી, અવની વાઢેર, કાવ્યન કાલરિયા વકતૃત્વકલા રજૂ કરશે.



Latest News