મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ
SHARE
મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારોમાં કતલખાના ચાલી રહ્યા છે અને માસ, મટનનું જાહેરમાં વેચાણ કરવામાં આવે છે જેથી કરીને શહેરમાં કેટલા કતલખાના આવેલા છે અને ત્યાં કયારે ચેકિંગ કરવામાં આવ્યું છે તેની માહિતી મેળવવા માટે મહાપાલિકામાં આરટીઆઇ કરવામાં આવી હતી જેના જવાબમાં એવો ચોકાવનારો ખૂલશો થયો છે કે, મોરબીમાં એકપણ કતલખાનાને મંજૂર આપવામાં આવેલ નથી અને કયારે પણ મનપાની ફૂડ શાખા દ્વારા કોઈ કતલખાનામાં કે નોનવેજની લારી, દુકાન કે પછી હોટલામાં ચેકિંગ કર્યું જ નથી જેથી હિન્દુ સંગઠનો દ્વારા મોરબીમાં તમામ ગેરકાયદે કતલખાના બંધ કરવાની માંગ સાથે મેયર અને કમિશનરને હાલમાં રજૂઆત કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જરૂર પડશે તો મનપાના મેદાનમાં તેમજ નગર દરવાજના ચોકમાં હિન્દુ સમાજના જુદાજુદા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન સહિતના કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હાલમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ગેરકાયદે ચાલતા કતલખાના અને માસ મટનના વેચાણને બંધ કરાવવાના બદલે માત્ર જે તે વિસ્તારમાં દુકાનો પાસેથી છાપરા ઉતારીને કે ડિમોલેશનની કામગીરી કરીને મનપાના કર્મચારીઓ કર્યું હોવાનો દેખાવ કરી રહ્યા છે અને સમસ્યાનું નિરાકરણ કરતાં નથી આજની તારીખે પણ મોરબીમાં શક્તિ ચોક વિસ્તારમાં મનપા ડિમોલેશન વિભાગના કર્મચારીઓને મોકલીને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમા માત્ર કામગીરીનો દેખાડો જ કરવામાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે. અને બીજી બાજુ ગેરકાયદે ચાલતા કતલખાના યથાવત જ છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી વિહિપના આગેવાન કમલેશભાઈ બોરિચાએ જણાવ્યુ છે કે, કતલખાનાઓ કાયદેસર પરવાનગી વિના ચાલી રહ્યા છે તેને કોઈ માન્ય મંજૂરી નથી અને સરકારી ચોપડે તેની કોઈ નોંધણી નથી જેથી તે તમામ કતલખાના સામે નિયમાનુસાર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાયદે ચાલતા કતલખાનાઓને તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે મનપાના મેયર અને કમિશનરને માત્ર દેખાવ પૂરતી નહીં પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવાના જે કૃત્યો કરવામાં આવે છે તેને ધ્યાને લઈને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો મનપા દ્વારા કતલખાના માટે જરૂરી પરવાનગી અને લાઇસન્સની ચકાસણી કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં મનપાના મેદાનમાં અને નગર દરવાજના ચોકમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન સહિતના કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.