ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન


SHARE







મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે અગાઉથી અરજદારો દ્વારા ટોકન લેવામાં આવતા હોય છે જોકે ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોને કોઈને કોઈ કારણોસર હેરાન થવું પડતું હોય છે ગઈકાલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હોવાથી દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગમાં આવેલ સબ રજીસ્ટાર કચેરી ખાતે દસ્તાવેજ કરવા માટે લોકો આવતા હોય છે અને દસ્તાવેજ માટે થઈને લાંબી લાઈનો લાગતી હોય અગાઉથી ટોકન લીધા બાદ અરજદારો દસ્તાવેજના સમયે ત્યાં ઓફિસ આવતા હોય છે જોકે કોઈને કોઈ કારણોસર ધાંધીયા હોવાથી અરજદારોને દસ્તાવેજની કામગીરીમાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે થોડા દિવસો પહેલાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હોવાના કારણે અગાઉથી ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોના દસ્તાવેજ થઈ શક્યા ન હતા અને લોકોને હેરાન થવું પડ્યું હતું આટલુ જ નહીં પરંતુ જે દિવસે લોકો લીધેલા ટોકન પણ બીજા દિવસે લેવા આવતા નથી જેથી કરીને લોકોને ફરી પાછા ટોકન લઈને લાઈનમાં ઉભુ રહેવું પડે તેવો ઘાટ સર્જાયો હતો 

આવી જ રીતે ગઇકાલે ગુરુવારના દિવસે સબરજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હતા જેથી કરીને દસ્તાવેજ કરવા માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિક દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સાડા દસ વાગ્યે સબ રજીસ્ટાર કચેરી ખોલવામાં આવી ત્યારથી લઈને લગભગ બાર વાગ્યા સુધી એટલે કે દોઢ કલાક સુધી ઇન્ટરનેટ કનેકટીવિટી ધાંધિયા હોવાના લીધે દસ્તાવેજની કામગીરી થઇ શકી ન હતી અને ત્યાર બાદ ઇન્ટરનેટ કનેકટીવિટી આવતાં લોકોનાં કામ થયા હતા જો કે વારંવાર આવી રીતે વીજપુરવઠો કે પછી ઇન્ટરનેટ કનેકટીવિટી ન હોવાના કારણે દસ્તાવેજ કરવા માટે આવતા લોકોને હેરાન થવું પડતું હોય છે જેથી કરીને જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અરજદારો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે






Latest News