મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન
મોરબી : હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડીને લુખ્ખાગીરી સામે વિરોધ્ધ નોંધાવ્યો
SHARE
મોરબી : હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડીને લુખ્ખાગીરી સામે વિરોધ્ધ નોંધાવ્યો
મોરબી જીલ્લામાં ખંડણીખોરના ત્રાસ વધી રહ્યો છે તેવામાં હળવદ માર્કેટ યાર્ડના વેપારીને અગાઉ ધમકી આપનારા શખ્સ દ્વારા ફરી પછી હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપેલ છે જેથી કરીને આજથી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા લેવામાં આવેલ છે અને જયા સુધી ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવો નિર્ણય હાલમાં યાર્ડના વેપારીઓ દ્વારા લેવામાં આવેલ છે
મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી મૂળ જુના રાયસંગપુર ગામના રહેવાસી અને હાલમાં હળવદના ગિરનારીનગરમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉંમર ૩૭)ને ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જસપાલસીંહ ઝાલાએ અગાઉ કરેલી ફરિયાદનું મનદુખ રાખીને તેને ફોન કરીને કહ્યું હતું કે, “હું ભૂલી ગયો નથી” અને સરા ચોકડી પાસેથી વેપારી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓને ઊભા રાખીને જશપાલસિંહ ઝાલાએ કહ્યું હતું કે, “તને ઉપાડી જવાનો જ છે અને પતાવી દેવો છે” આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓમા રોષની લાગણી ફેલાઈ હતી અને ગઇકાલે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા હળવદ પોલીસે તેમજ મામલતદારને આવેદનપત્ર આપીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપનારા ખંડણીખોર શખ્સની સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં નહિ આવે ત્યાં સુધી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ હતો અને આજથી હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવું યાર્ડના વેપારીઓએ જણાવ્યુ છે