મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીક કંપનીમાં કેમિકલ ડિઝાસ્ટરની મોક એકર્સસાઈઝમાં NDRF ની ટીમ પણ હાજર રહી


SHARE



































મોરબીમાં સીરામીક કંપનીમાં કેમિકલ ડિઝાસ્ટરની મોક એકર્સસાઈઝમાં NDRF ની ટીમ પણ હાજર રહી

મોરબી જિલ્લામાં NDRF, જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા મોરબી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્યના સંયુકત ઉપક્રમે મોરબીમાં લીઓલી સીરામીકા પ્રા.લી, જૂના સાદૂળકા ખાતે કેમીકલ ડિઝાસ્ટર મોક એકર્સસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં આવેલ કારખાનાઓમાં મુખ્ય જોખમ એલપીજી/ પ્રોપેન ગેસનું છે જે બાબતને ધ્યાનમાં રાખી પ્રોપેન ગેસ લીકેજ અંગે મોક એકર્સસાઈઝ રાખવામાં આવી હતી. જેના સિનારીયો અનુસાર લીઓલી સીરામીકા પ્રા.લીમાં પ્રોપેન ગેસ અનલોડીંગ કરતા સમયે ગેસ લીકેજ અંગેનું રિહર્ષલ કરવામાં આવ્યું હતું. આ મોક એકર્સસાઈઝમાં સૌપ્રથમ ગેસ લીકેજને કંટ્રોલ કરવા કારખાના દ્વારા પૂરતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ પ્રોપેન ગેસ વધારે પ્રમાણમાં વાતાવરણમાં પ્રસરેલ હોવાથી કારખાના દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આ આપત્તિની જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલરુમમાંથી જિલ્લાની દરેક સરકારી એજન્સીઓ તથા વઘુ પડતા પ્રોપેન ગેસ લીક હોવાથી NDRF ને આ ઈમરજન્સી કંટ્રોલ કરવા માટે જાણ કરવામાં આવી હતી. દરેક એજન્સીઓએ તેમની કામગીરી યોગ્ય રીતે બજાવી અને આપત્તિને સફળતા પૂર્વક કંટ્રોલ કરી હતી. આ ઓફ સાઇટ મોક એકર્સસાઈઝ પૂર્ણ થયા બાદ મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવતે મોકડ્રીલ સફળતા પૂર્વક પૂર્ણ થતાં દરેકને જિલ્લા વહીવટી તંત્ર વતી શુભેચ્છા પાઠવી હતી. આ એકર્સસાઈઝ બાદ દરેક સુપરવાઇઝરના સુચનો મેળવવામાં આવ્યા હતા અને આપદાની આવી પરિસ્થતિને પહોંચી વળવા ચર્ચા કરવામાં આવી હતી.

આ મોક એકર્સસાઈઝ અન્વયે કલેક્ટરના અધ્યક્ષસ્થાને  NDRF, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા નાયબ નિયામક ઔઘ્યોગિક સલામતિ અને સ્વાસ્થય મોરબીના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક એકર્સસાઈઝ અન્વયે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, NDRF ના અધિકારીઓ વિકમ ચૌઘરી અને જગદિશ પ્રસાદ અને તેમની ટીમ  ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જતીન આદેશરા, મોરબી, સહાયક નિયામક રાહુલ ચૌઘરી સહિતના અધિકારીઓ હાજર રહયા હતા.


















Latest News