મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ગાંધીધામમાં આવેલ સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધા યોજાઇ


SHARE









સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ગાંધીધામમાં આવેલ સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધા યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” નું આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.

“સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા તા.૫/૧૨ ને શુક્રવારે ગાંધીધામ શહેરના સ્પોર્ટસ સંકુલ ખાતે કરાટે સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગાંધીધામ શહેર ભાજપા પ્રમુખ વિજયભાઈ પરમાર, મહામંત્રી મનોજભાઈ મુલચંદાણી, ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, ડી.એસ.ડી.ઓ કચ્છ જ્યોતીબેન ઠાકુર, કચ્છ કરાટે ફેડરેશનના સન્નીભાઈ બુચીયા અને પિયુષભાઈ શ્રીવાસ્તવ તથા બહોળી સંખ્યામાં સૌ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News