રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધૂએ પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને જપાજપી કરીને ધમકી


SHARE







મોરબી જિલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધૂએ પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને જપાજપી કરીને ધમકી

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખના પુત્રવધુઅગાઉ પોલીસમાં કરેલ અરજી પરત ખેંચી લેવા માટે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા કહેવામા આવ્યું હતું ત્યાર બાદ તેની સાથે જપાજપી કરીને ધમકી આપવામાં આવી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં કેનાલ રોડ ઉપર આવેલ નિર્મલ સ્કૂલ પાસે ફ્લોરા 943 વિંગ-એ માં રહેતા હાર્દિકાબેન ધ્રુમિતભાઈ રાજકોટિયા (26)હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શોભનાબેન રમેશભાઈ જાકાસણીયા, રમેશભાઈ કરસનભાઈ જાકાસણીયા, ચાંદનીબેન હિરેનભાઈ અગોલા અને અન્ય બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તા. 6/12 ના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં શોભનાબેન રમેશભાઈ, રમેશભાઈ કરસનભાઈ અને ચાંદનીબેન તથા અજાણ્યા બે શખ્સો તેઓના એપાર્ટમેન્ટમાં નીચેના ભાગમાં પાર્કિંગમાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદીએ અગાઉ પોલીસમાં કરેલ અરજી બાબતનો ખા રાખીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ફરિયાદી કરેલ અરજી પાછી ખેંચી લેવા માટે તેને કહ્યું હતું અને ફરિયાદી મહિલા સાથે જાપાજપી કરી હતી અને ગાળો આપીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.સી.ગોહિલ ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના દીઘડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બાબુભાઈ સુરેલા (35) નામના યુવાનને હાથની આંગળીમાં રાત્રિના સમયગાળા દરમિયાન સા કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હળવદ લઈ ગયા હતા ત્યાર બાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ ગામી (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News