મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE









ટંકારાના ભૂતકોટડા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત

ટંકારાના ભૂતકોટડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ કોઈ કારણોસર પોતે પોતાના જાતે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની સીમમાં આવેલ સમર્પણ પોલીપેક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુભાઈ લાલુભાઈ વહોનીયાના પત્ની હેતલબેન વહોનીયા (23)એ કોઈપણ કારણસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે પરણીતાનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જયંતીભાઈ નિમાવત (45) રહે. લજાઈ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઈ એસ.એન.સગારકા ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

ધાંગધ્રાના કંકાવટી ગામે રહેતા ભગવાનજીભાઈ ધનજીભાઈ ડાભી (32) નામનો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરે દવા પી ગયો હતો જેથી પ્રાથમિક સારવાર ધાંગધ્રામાં આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ઉદયવીરસિંહ મોહરસિંહ (61) નામના વૃદ્ધ રવાપર રોડ પર આવેલ ભવાની સોડા પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરાઇ છે.




Latest News