મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશન સામેથી 50 બોટલ દારૂ ભરેલ કાર સાથે મહિલા સહિત બે વ્યક્તિ પકડાયા


SHARE







ટંકારા પોલીસ સ્ટેશન સામેથી 50 બોટલ દારૂ ભરેલ કાર સાથે મહિલા સહિત બે વ્યક્તિ પકડાયા

ટંકારા પોલીસ સ્ટેશન સામેના ભાગમાંથી પસાર થઈ રહેલ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની 50 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને 4,75,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારમાં બેઠેલ મહિલા સહિત બે વ્યક્તિને પકડવામાં આવ્યા હતા અને એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી ત્રણ વ્યક્તિ સામે નામ જોતથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને ટંકારા પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટ મોરબી હાઇવે રોડ પર આવેલ ટંકારા પોલીસ સ્ટેશન સામેથી પસાર થઈ રહેલી ઓરા કાર નંબર જીજે 36 જે 2958 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દારૂની 50 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 65000 ની કિંમતનો દારૂ તથા 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 4,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 4,75,000 ની કિંમતના મુદ્દામાલ સાથે ગાડીમાં બેઠેલ સંજયભાઈ દેવદાનભાઈ ડાંગર (34) રહે. જસાપર તાલુકો માળીયા અને જ્યોતિબેન સંદીપભાઈ ધરજીયા (34) રહે. નવાગામ આણંદપર રંગીલા મેઈન રોડ બુટ ભવાની મંડપની બાજુમાં તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રામદેવસિંહ ગોહિલ રહે. રાજકોટ વાળાનું નામ સામે આવ્યું હતું જેથી મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે નામ જોતથા જેના નામ તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News