ટંકારા પોલીસ સ્ટેશન સામેથી 50 બોટલ દારૂ ભરેલ કાર સાથે મહિલા સહિત બે વ્યક્તિ પકડાયા
વાંકાનેરના રાતીદેવરી ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
SHARE
વાંકાનેરના રાતીદેવરી ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
વાંકાનેરના રાતીદેવરી ગામમાં સરકારી સ્કૂલની પાછળના ભાગમાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 5360 ની રોકડ કબજે કરી હતી અને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
વાંકાનેર નજીક રાતીદેવરી ગામમાં સરકારી સ્કૂલની પાછળના ભાગમાં ખુલ્લા પટમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યાર સ્થળ ઉપરથી અલાઉદ્દીનભાઈ વલીભાઈ માણસિયા (65), બાવજીભાઈ સીદાભાઈ વોરા (52), કિશોરભાઈ હેમંતભાઈ વોરા (44), પંકજભાઈ રામકૃષ્ણભાઈ કુબાવત (45) અને ભરતભાઈ નવીનભાઈ વોરા (19) રહે. બધા રાતીદેવરી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 5360 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
વાંકાનેરમાં આવેલ ધર્મચોક એસપી પાન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુનેદ યાકુબભાઈ ભટ્ટી (32) રહે. નવાપરા વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 2110 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વરલી જુગાર
મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેશન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી લાલજીભાઈ જીવણભાઈ સાંઘલાણી (33) રહે. લાલપર વાળો આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 380 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.