મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી ગાળા ગામના યુવાનનું મોત
મોરબીના ખોખરા હનુમાન રોડે બાઈક સ્લીપ થતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના ખોખરા હનુમાન રોડે બાઈક સ્લીપ થતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પીપળી ગામ પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતો રાજેશભાઈ છગનભાઈ શેરસિયા (48) નામનો યુવાન ગત તા. 8/12 ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









