લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અજાણ્યા વાહનની પાછળ ટેન્કર અથડાતાં રાજસ્થાની યુવાનનું મોત


SHARE









માળીયા (મી) નજીક અજાણ્યા વાહનની પાછળ ટેન્કર અથડાતાં રાજસ્થાની યુવાનનું મોત

મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર સુરજબારી પુલ નજીક દેવ સોલ્ટની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલ ટેન્કરના ચાલકે તેની આગળના ભાગમાં જઈ રહેલા અજાણ્યા કોઈ વાહનની પાછળ ટેન્કર અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ટેન્કર ચાલકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના છીતર કાપાર ગામના રહેવાસી વિશ્નારામ રામારામ દતરવાલએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા તેના ભાઈ સામે ડાલુરામ રામારામ દતરવાલ (34) રહે. મૂળ રાજસ્થાનના છીતર કાપાર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેનો નાનો ભાઈ ડાલુરામ રામારામ (34) ટેન્કર નંબર એમ.એલ. 01 એએ 5670 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના ભાગે જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનની પાછળના ભાગે ફરિયાદીના ભાઈનું ટેન્કર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.




Latest News