માળીયા (મી) નજીક અજાણ્યા વાહનની પાછળ ટેન્કર અથડાતાં રાજસ્થાની યુવાનનું મોત
મોરબી નજીક હોટલના ગ્રાઉન્ડમાં ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ડ્રાઈવરને ઇજા ક્લીનરનું મોત
SHARE
મોરબી નજીક હોટલના ગ્રાઉન્ડમાં ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં ડ્રાઈવરને ઇજા ક્લીનરનું મોત
મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં મુકેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં ટ્રક ડમ્પરના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ડ્રાઇવરને ઇજા થઈ હતી અને ટ્રકમાં ખાલી સાઇડમાં બેઠેલા વ્યક્તિને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં સામે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં રોસા સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ પારસીંગભાઇ વસુનીયા (32)એ ટ્રક ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 7130 ના ચાલક પાવનભાઈ ગેંડાલાલ મકવાણા (23) રહે. મધ્યપ્રદેશ વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના ભરતનગર પાસે આવેલ ક્રિષ્ના હોટલ નજીક ગ્રાઉન્ડમાં ટ્રક નંબર પીબી 6 એકે 4197 પાર્ક કરીને મુકેલ હતો તેના ઠાઠાના ભાગે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ડમ્પર અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક આરોપીને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીના ભાઈ શત્રુભાઇ પારસીગભાઇ વસુનીયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









