મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામ પાસે કાર પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: વાહનમાં નુકશાન


SHARE









માળીયા (મી)ના ખીરઈ ગામ પાસે કાર પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: વાહનમાં નુકશાન

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખીરઈ ગામના પાટીયા પાસેથી વૃદ્ધ તેની અલ્ટો ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી અલ્ટો ગાડીમાં તેનું વાહન આથડવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં અલ્ટો ગાડીમાં નુકસાન થયું હતું જેથી વૃદ્ધે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગાંધીનગરમાં સુર્યા સર્કલ સરઘાસણ ચોકડી પાસે આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 505 માં રહેતા મૂળજીભાઈ રામજીભાઈ પનારા (71)એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 36 ટી 0353 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખીરઈ ગામના પાટીયા પાસેથી તેઓ પોતાની અલ્ટો ગાડી નંબર જીજે 12 એકે 9481 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી તેનો ટ્રક ફરિયાદીની અલ્ટો ગાડીમાં અથડાવ્યો હતો જેથી કરીને અલ્ટો ગાડીમાં નુકસાન થયું હતું આ બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

કેરોસીન પી લેતા સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રેસી સેનેટરીના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કુમકુમબેન મહેન્દ્રભાઈ (19)એ કોઈ કારણોસર કેરોસીન પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના સાદુળકા ગામે રહેતા વર્ષાબેન અજયભાઈ (27) નામના મહિલા લક્ષ્મીનગર ગામ પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News