મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામ પાસે કાર પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: વાહનમાં નુકશાન


SHARE





માળીયા (મી)ના ખીરઈ ગામ પાસે કાર પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: વાહનમાં નુકશાન

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખીરઈ ગામના પાટીયા પાસેથી વૃદ્ધ તેની અલ્ટો ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી અલ્ટો ગાડીમાં તેનું વાહન આથડવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો તો જે બનાવમાં અલ્ટો ગાડીમાં નુકસાન થયું હતું જેથી વૃદ્ધે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગાંધીનગરમાં સુર્યા સર્કલ સરઘાસણ ચોકડી પાસે આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 505 માં રહેતા મૂળજીભાઈ રામજીભાઈ પનારા (71)હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 36 ટી 0353 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ખીરઈ ગામના પાટીયા પાસેથી તેઓ પોતાની અલ્ટો ગાડી નંબર જીજે 12 કે 9481 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી તેનો ટ્રક ફરિયાદીની અલ્ટો ગાડીમાં અથડાવ્યો હતો જેથી કરીને અલ્ટો ગાડીમાં નુકસાન થયું હતું આ બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

કેરોસીન પી લેતા સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રેસી સેનેટરીના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કુમકુમબેન મહેન્દ્રભાઈ (19)એ કોઈ કારણોસર કેરોસીન પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના સાદુકા ગામે રહેતા વર્ષાબેન અજયભાઈ (27) નામના મહિલા લક્ષ્મીનગર ગામ પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News