ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક પાંચ વર્ષની બાળકીને શરદી, ઉધરસ, તાવની દવા આપ્યા બાદ મોત નીપજયું


SHARE







મોરબીના બેલા નજીક પાંચ વર્ષની બાળકીને શરદી, ઉધરસ, તાવની દવા આપ્યા બાદ મોત નીપજયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરીકામ કરતા પરિવારની પાંચ વર્ષની દીકરીને શરદી, ઉધરસ અને તાવ હોય તેને દવા પીવડાવી બાદ બાળકીનું મૃત્યુ નિપજતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ ગોડવીન સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં બદ્રિલાલ વર્માની પાંચ વરસની દીકરી અન્નીયાને શરદી, ઉધરસ અને તાવ હતો માટે તેને દવા પીવડાવ્યા બાદ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં શારદા સ્કુલ વાળી શેરીમાં રહેતા પ્રિયાંકભાઈ પંકજભાઈ રાવલ (ઉંમર ૩૧) પોતાનું બાઇક લઇને ચંદ્રપુર મિસ્ત્રી હોટલ પાસે સર્વિસ રોડ પરથી પસાર થતા હતા ત્યારે બોલેરો નંબર જીજે ૩ એફડી ૮૦૩૭ ના ચાલક બહાદુરનાથ સુમરનાથ પરમાર રહે. ભોજપરા વાદી વસાહત વાંકાનેર વાળાએ તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓને પગમાં ઈજા થઈ હતી માટે પ્રિયાંકભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પ્રિયાંકભાઈ રાવલએ ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News