મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામધામ ખાતે આજે ભવ્ય સંતવાણી યોજાશે


SHARE









મોરબીના પરશુરામધામ ખાતે આજે ભવ્ય સંતવાણી યોજાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ત્રિદિવસીય ભગવાન શ્રી પરશુરામની કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામી ભાણદેવજી દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરવી રહ્યા છે તેની સાથે આજે તા ૧૮ ના રોજ રાતે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, સમસ્ત બ્રહ્મ બ્રહ્મસમાજ મહિલા મંડળ, પરશુરામ યુવા ગ્રુપ અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર, બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના સમગ્ર જીવનને કથામૃત સ્વરૂપે લોકો સુધી પહોચાડીને લોકોમાં નવી ઉર્જા આવે તેમજ સમાજને નવી શક્તિ મળે તેવા હેતુ સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.૧૭ થી ૧૯ સુધી બપોરે ૩ થી સાંજે ૬:૩૦ કલાક દરમ્યાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આ પરશુરામ કથાનું આયોજન કરાયું છે તેની સાથોસાથ આજે તા. ૧૮ ને શનિવારે રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનિક જયમંતભાઈ દવે, લોક સાહિત્યકાર પ્રકાશભાઈ જાદવ અને ગાયક બાળ કલાકાર ભક્તિબેન દવે સહિતના કલાકારો જમાવટ કરશે




Latest News