મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતના ઉપલક્ષમાં મોરબીમાં ગુરૂવારે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે


SHARE













રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતના ઉપલક્ષમાં મોરબીમાં ગુરૂવારે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં ૧૮ ડિસેમ્બરના રોજ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની અધ્યક્ષતામાં સવારે ૧૦:૩૦ થી ૧૭:૦૦ દરમિયાન કેશવ બેંક હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેના માટે કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરક મેનેજર એસ.બી. પારેજીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા નવા મૂડી રોકાણ કરવામાં આવશે જેના MoU પણ આ દરમિયાન થશે. વધુમાં મંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ એકમોને સરકારની યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત જિલ્લાના ઉદ્યોગકારોને GST/Labour  ના કાયદાઓ, GeM (Government e-Market Place) તથા સરકારની વિવિધ ઔદ્યોગિક પ્રોત્સાહક યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ઉદ્યોગકારો તેમના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન/ વેચાણ કરી શકે તે માટે ૨૦ જેટલા સ્ટોલનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવશે કે, જ્યાં વિવિધ માર્ગદર્શન માટે સરકારી કચેરીઓના સ્ટોલ પણ ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદઓ, ધારાસભ્યઓ સહિત જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અગ્રણી ઉદ્યોગકારો તથા પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આયોજનનો વધુને વધુ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉદ્યોગકારો, નવા ઉદ્યોગ સાહસિકો તથા મોરબી જિલ્લાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News