આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

ટંકારાના ખાખરા ગામ પાસે પુલ ઉપર પ્રવેશબંધી છતાં ટ્રક-આઇસર લઈને નીકળેલ વાહન ચાલકો સામે કાર્યવાહી


SHARE













ટંકારાના ખાખરા ગામ પાસે પુલ ઉપર પ્રવેશબંધી છતાં ટ્રક-આઇસર લઈને નીકળેલ વાહન ચાલકો સામે કાર્યવાહી

ટંકારાના ખાખરા ગામ પાસે પુલનું રીપેરીંગ કામ ચાલુ હોય ત્યાં ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી છે તેમ છતાં પણ ત્યાંથી ટ્રક અને આઇસર જેવા વાહનો લઈને નીકળેલા ત્રણ વાહન ચાલક સામે પોલીસ દ્વારા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

ટંકારાથી ધ્રોલ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખાખરા ગામ નજીક આજી નદીના પુલનું રીપેરીંગ કામ ચાલુ રહ્યું છે જેથી ત્યાં ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટેનું કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેની ટંકારા પોલીસ દ્વારા હવે ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે તેના ભાગ રૂપે આ પુલ ઉપરથી આઇસર નં. જીજે 23 વાય 2866 લઈને પસાર થયેલા આંદરણા ગામના મનીષભાઈ મંગાભાઈ પરમાર (36), ટ્રક નં. જીજે 3 સિયું 8973 લઈને પસાર થયેલા ઉપલેટા તાલુકાના હાફોડી ગામના રહેવાસી ફેજલભાઈ સલીમભાઈ સમા (33) અને ટ્રક નં. જીજે 3 સીયું 9637 લઈને નીકળેલ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા અજીમ ઓસમાણભાઈ સમા (31) વાળાની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News