મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર પાછળ ટ્રેક્ટર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE





માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસે ટ્રેક્ટર પાછળ ટ્રેક્ટર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરની પાછળના ભાગમાં ટ્રેક્ટર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને પાછળ આવી રહેલ ટ્રેક્ટરની ટ્રૉલીમાં સુતેલ યુવાન ટ્રૉલીમાંથી નીચે ટકાતા તેને છાતી અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે અકસ્માત સર્જના ટ્રેક્ટર ચાલક સામે હાલમાં મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી સુમિત્રાબેન ભુડાંરામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ પવાર (23)એ હાલમાં ટ્રેક્ટર નંબર આરજે 19 આરસી 8022 ના ચાલક ઓમપ્રકાશ ધનારામ બાવરી રહે. સાવલિયાખુર્દ તાલુકો જેતારણ જીલ્લો પાલી રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માળીયા મિયાણા તાલુકાના ગામના ચાંચાવદરડા ગામના પાટીયા પાસેથી આરોપી પોતાના હવાલા વાળું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ગફલત ભરી રીતે પોતાનું ટ્રેક્ટર ચલાવીને આગળના ભાગમાં જઈ રહેલા ટ્રેક્ટર નંબર આરજે 54 આરએ 4730 ની ટ્રોલીમાં આરોપીએ પોતાનું ટ્રેક્ટર અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પતિ ભુડાંરામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ પવાર આરોપીના ટ્રેક્ટરમાં પાછળના ભાગે ટ્રોલીમાં સુતા હતા જે નીચે ટકાતા તેને છાતી અને માથામાં ગંભીર જા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News