મોરબીના રંગપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા નાસ્તો લેવા જઇ રહેલા યુવાનનું મોત
SHARE
મોરબીના રંગપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા નાસ્તો લેવા જઇ રહેલા યુવાનનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ નજીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનેથી નાસ્તો લેવા માટે બાઈક લઈને કારખાનાની બહાર નીકળ્યો હતો દરમિયાન ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે ભૂદેવ પાનની સામેના ભાગમાં આવેલ આનંદ લોડર વર્કશોપમાં પાનેલી રોડ ઉપર રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ મોતીભાઈ પરમાર (44)એ હાલમાં ટ્રક નંબર આરજે 7 જીઈ 4713 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ગત તા.16/12 ના સાંજના 4:30 વાગ્યાના અરસામાં મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતો તેમનો દીકરો કરમસિંગ રાજુભાઈ પરમાર (20) બાઈક નંબર જીજે 10 સીબી 0383 લઈને નાસ્તો લેવા માટે તેને કારખાનાની બહાર નીકળ્યો હતો દરમ્યાન ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મૃતક યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હાલમાં ટ્રકચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને બે દીકરી અને એક દીકરો આમ કુલ ત્રણ સંતાન હતા અને અકસ્માતમાં તેનું મોત નિપજતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે.









