મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામે યુવાન, તેના દાદી અને કાકા ઉપર છરી-ધારિયા વડે હુમલો: મોટા બાપુ સહિત પાંચ સામે ફરિયાદ


SHARE









માળીયા (મી)ના કાજરડા ગામે યુવાન, તેના દાદી અને કાકા ઉપર છરી-ધારિયા વડે હુમલો: મોટા બાપુ સહિત પાંચ સામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવાન તેના દાદી અને કાકા ઉપર યુવાનના મોટા બાપુ અને તેના પરિવારજનો દ્વારા જૂના મનદુખનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે છરી, ધાર્યા અને ધોકા વડે માર મારવામાં આવતા યુવાન તેને દાદી અને કાકાને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવાનના કાકાને રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધરે પોલીસે હાલમાં યુવાનના મોટા બાપુ તથા બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા અસગરભાઈ અલાઉદીનભાઈ બાબરીયા (24)એ હાલમાં સારબાઈ દોસમહમદ બાબરીયા, રેસમાબેન સુલતાનભાઈ જેડા, દોસમહમદ જુસબભાઈ બાબરીયા, સલેમાન ઉર્ફે ડાડો દોસમહમદ બાબરીયા અને જાનમહમદ ઉર્ફે જાનુ દોસમહમદ બાબરીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓમાં તેના મોટા બાપુ તથા તેના ઘરના સભ્યો છે અને ફરિયાદીના કાકા આમદભાઈની દીકરીના લગ્ન ફરિયાદીના ફઈબા શેરબાનુબેન નુરમહમદભાઇ ભટીના દીકરા સિકદર સાથે થયેલ હતા અને બંને પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોય આમદભાઈની દીકરી રિસામણે પિયર આવી જતા સિકંદરે બીજા લગ્ન કરી લીધા હતા જે બાબતે ફરિયાદીને તથા ફરિયાદીના કાકા હસણભાઇ તથા ફરિયાદિના ફઇને મનદુખ હતું અને તેઓ એકબીજા સાથે બોલતા ન હતા.

દરમ્યાન ફરિયાદીના ફઈબા તથા તેનો દીકરો સિકંદર કાજેડા ખાતે ઉર્સમાં આવ્યા હતા અને ફરિયાદીના ફઈબા ફરિયાદીના દાદી રહીમાબેન જુસબભાઈ બાબરીયાના ઘરે આવ્યા હતા ત્યારે સારબાઈ અને રેસમાબેને ફરિયાદીના દાદી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને સારબાઈએ ફરિયાદીના દાદીને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા જ્યારે રેસમાંબેને ધોકા વડે તેઓને જમણી આંખ પાસે માર મારીને ઈજા કરી હતી.

તો ફરિયાદીને તેના મોટા બાપુ દોસમહમદભાઈ એ પેટના ભાગે છરીના ઘા માર્યા હતા અને તેના કાકાને પેટના ભાગે છરીના ઘા મારીને ગંભીર ઈજા કરી હતી તથા વાસામાં બે ઘા મારીને ઇજા કરવામાં આવી હતી જ્યારે જાનમહમદએ ધારીયા વડે ફરિયાદીના કાકા હસનભાઈને હાથની હથેળીના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ ફરિયાદી તથા તેના દાદી અને કાકાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારી પોલીસે તેના મોટા બાપુ સહિતના કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News