વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત
વાંકાનેર તાલુકાના ઢૂંવા પાસે સીરામીક ફેક્ટરીમાં રિવર્સ આવતી કાર હેઠળ બાળકી કચડાઈ હતી. જેનું સારવારમાં મોત નીપજ્યું હતું. દોઢ વર્ષની આયુષી ઠાકુર ફેક્ટરી કંપાઉન્ડમાં રમતી હતી ત્યારે બનાવ બન્યો હતો. ઘટનાથી શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો.
મળતી માહિતી મુજબ, આયુષી જીતેશભાઈ ઉર્ફે સુપરસિંઘ (ઉંમર 14 મહિના, રહે. ક્યૂટન સીરામીક, ઢૂંવા ગામ, તાલુકો વાંકાનેર) ગઈ તા.20/12 ના સાંજે 5 વાગ્યાની આસપાસ પોતે કંપનીમાં કમ્પાઉન્ડમાં રમતી હતી ત્યારે કાર ચાલક મનિષએ પોતાની ફોરવીલ રિવર્સમાં લેતા આયુષીને કારની ઠોકર લાગતા ઈજા થઈ હતી. બાળકીને પહેલા વાંકાનેરની અથર્વ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. અહીં તેની સારવાર ચાલુ હતું. તે દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે 3:00 વાગ્યાં આસપાસ આયુષીએ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. પરિવારે જણાવ્યું કે, આયુષી 3 ભાઈ અને 1 બહેનમાં નાની હતી. તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે. કાર ચાલક મનિષ ફેક્ટરીમાં કલરકામ કરવા આવ્યો હતો. તેણે બેદરકારી પૂર્વક કાર રિવર્સમાં લેતા ત્યાં રહેલી બાળકીને જોયા વગર કાર તેના પર ચડાવી દીધી હતી. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.