મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો
મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ
SHARE
મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ
વર્તમાન સંજોગોમાં માણસ લોન દ્વારા મકાન રહેવા માટે અને ધંધા માટે બેન્ક કે ફાયનાન્સ કંપની પાસે લઇને પોતાની જીંદગી વીતાવે છે. અમુક બેન્ક અને ફાયનાન્સ કંપનીઓ ગ્રાહકોને સવલતોના બહાને માનસિક ત્રાસ આપે છે. પ્રથમ તો હપ્તા માટે ઘરે જઇને ઘરના સભ્યોને ધમકાવવા તેમજ મકાન લોન કે વાહન લીધા હોય લોન અને લોન ધારક-ગ્રાહકનું અકાળે અવસાન થતાં તેનો વિમો હોય છે અને વિમા કંપનીવાળા વિમો આપવામાં ઢીલ કરે તો તેના કારણે લોનના ત્રણ ચાર હપ્તા ચડી જાય અને જો તેમ થાય તો મકાનને સીલ મારી જાય અને વાહન ઉપાડી જાય છે.
આમ વીસ લાખનું મકાન હોઇ અને પંદર લાખ ભરાઇ ગયા હોય અને પાંચ લાખ બાકી રહેતા હોય તો આ પાંચ લાખના લેણા માટે વીસ લાખના મકાનને સીલ મારી જાય છે. આ તે ક્યાનો ન્યાય?
ગ્રાહકો દ્વારા આ બાબતે પુછવામાં આવે તો કહેવામાં આવે છે કે, હાઇકોર્ટમાંથી અમને સત્તા છે સાથી મંડળની રજૂઆત એ છે કે આવા કિસ્સામાં ફાયનાન્સ કે બેન્ક દ્વારા મકાનને સીલ મારતા પહેલા રેવન્યુ અધિકારીને સાથે રાખે અને ગ્રાહકને સાંભળવાની અને પરિસ્થિતિનો ખ્યાલ રાખે તેવી જ રીતે વાહનની કિંમત દસ લાખ રુપિયા હોય, છ લાખ ભરાઇ ગયા હોય તો ચાર લાખમાં વાહન ખેંચી જાય અને ગ્રાહકની ગેરહાજરીમાં બે લાખમાં વાહન વહેંચી પૈસા વસુલી લઇ અને બાકીની રકમ લેણા પેટે ઉભી રાખે છે તે યોગ્ય નથી.
આ બાબતે મરનારની વિધવા પત્નીને ભોગવવાનું આવે છે તો આ બાબતે જે પણ કાર્યવાહી કરવાની થાય તે રેવન્યુ અધિકારી અને કોર્ટ મારફત થાય જેથી પ્રજા લૂંટાતી બચી શકે અને વિમો પાસ ન થાય ત્યાં સુધી મકાન કે વાહનની કોઇ કાર્યવાહી ન થઇ શકે તેવી રજૂઆત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીઝને કરેલ છે.