વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે: મોરબીમાં ઢોર પકડવાની ટ્રૉલીમાં બુલેટ ચડાવીને મહાપાલિકાના સ્ટાફ અને પોલીસને ધમકી !


SHARE









મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે: મોરબીમાં ઢોર પકડવાની ટ્રૉલીમાં બુલેટ ચડાવીને મહાપાલિકાના સ્ટાફ અને પોલીસને ધમકી !

મોરબીમાં આવેલ વિદ્યુતનગરમાં મહાપાલિકાની ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન તે વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાનું બુલેટ ઢોર પકડવાની ટ્રોલીમાં ફુલ સ્પીડમાં ચડાવી દેવામાં આવ્યું હતું અને “મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે” તેમ કહીને મહાપાલિકાના કર્મચારીઓ તથા બંદોબસ્તમાં રહેલ પોલીસના માણસોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તેના માટે મહાપાલિકાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે દરમિયાન થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટી પાસે ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી ત્યારે રસ્તે રજડતી ગાયોને પકડવામાં આવતા બે મહિલાઓ દ્વારા મહાપાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરીને તેની ગાયો છોડાવી જવામાં આવી હતી અને તે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહાપાલિકાના કર્મચારી દ્વારા ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ હવે મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહાપાલિકાના કર્મચારી વિપુલભાઈ લખમણભાઇ છૈયાં (29) દ્વારા કિસાનભાઈ ગોગરા અને ભરતભાઈ ગોગરા રહે. બંને વિદ્યુતનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 23/12 ના રોજ સવારના 11:00 વાગ્યાના અરસામાં મહાપાલિકાની ટીમ દ્વારા વિદ્યુતનગર વિસ્તારમાં રસ્તે રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે મહાપાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા તે જમયે કિશનભાઈ ગોગરા દ્વારા તેનું બુલેટ ફુલ સ્પીડમાં લઈ આવીને ઢોર પકડવા માટેની જે ટ્રોલી હતી તેમાં ભરેલ ગાયો અને માણસો ઊભા હતા ત્યાં બુલેટ ચડાવી દેવામાં આવ્યું હતું અને બુલેટ આડુ રાખીને મારી ગાયો નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે તેવું કહ્યું હતું ત્યારબાદ ફોન કરીને ભરતભાઈ ગોગરાને ત્યાં સ્થળ ઉપર બોલાવ્યા હતા અને આ બંને શખ્સો દ્વારા પોતાની ગાયો ટ્રોલીમાંથી છોડાવી જવામાં આવી હતી અને મહાપાલિકાના કર્મચારીઓ તથા બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી મહાપાલિકાના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News