વાંકાનેરના ખીજડીયા ગામે ઘરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: માળીયા (મી)ના ખીરાઇ ગામ નજીકથી 1600 લિટર આથો ઝડપાયો
SHARE
વાંકાનેરના ખીજડીયા ગામે ઘરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: માળીયા (મી)ના ખીરાઇ ગામ નજીકથી 1600 લિટર આથો ઝડપાયો
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 23 લીટર દેશી દારૂ, છ વિદેશી દારૂની બોટલ, ગેસના બાટલા, રેગ્યુલેટર વિગેરે સાધનો તેમજ બાઈક મળીને 40,800 ની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા નિલેશભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વિદેશી દારૂની 6 બોટલો તથા 23 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો તેમજ ગેસના બે બાટલા, રેગ્યુલેટર અને તપેલા સહિતની વસ્તુઓ મળી આવી હતી જેથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો તથા બાઇક નંબર જીજે 36 એજી 9981 આમ કુલ મળીને 40,800 રૂપિયા ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી નિલેશભાઈ રવજીભાઈ સોલંકી (29) રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી જ્યારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સાગરભાઇ રવજીભાઈ સોલંકી રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળો હાજરમાં ન હોય બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
દેશી દારૂનો આથો
માળીયા મીયાણા તાલુકાના ખીરાઇ ગામની સીમમાં ખારો વિસ્તાર તરીકે ઓળખાતા વોકળાના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1600 લીટર દેશી દારૂનો આથો મળી આવ્યો હતો જેથી કરીને 40 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સમીર સાઉદીનભાઇ જેડા રહે. ખીરઈ તાલુકો માળીયા મીયાણા વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે









