હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો
SHARE
હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો
હળવદના બસ સ્ટેશનમાં યુવાન અમદાવાદની બસની રાહ જોઈને ઉભો હતો દરમિયાન અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેના ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાન તથા તેની સાથે રહેલ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમારીને ઇજાઓ કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદમાં આવેલ આંબેડકરનગર -1 માં રહેતા ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ (39)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ મૂળજીભાઈ પરમાર, જયેશ કાળુભાઈ પરમાર અને મયુર રમેશભાઈ પરમાર રહે. બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 15/12 ના રોજ બપોરે પોણા એક વાગ્યાના અરસામાં ફરિયાદી અમદાવાદની બસની રાહ જોઈને હળવદના બસ સ્ટેશનમાં ઉભા હતા ત્યારે ફરિયાદીને આરોપીના કૌટુંબિક ભાઈઓ સાથે એક મહિના પહેલા ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ત્યાં આવીને માથાકૂટ કરી હતી ત્યારે જયેશ પરમારે લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા હાથના ભાગે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે સાહેદ દેવજીભાઈને મયુર પરમારે ડાબા હાથમાં તથા પીઠના ભાગે મારમારીને ઈજા કરી હતી અને બંને વ્યક્તિઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વરલી જુગાર
મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં રેલવે ફાટક પાસે વરલી જુગારની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી રોહિતભાઈ જીતેશભાઈ કાંજીયા (25) રહે. માધાપર શેરી નં-1 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે 200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે









