વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત
SHARE
વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત
વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વઘાસિયા ગામની સીમમાં સિરામિક કારખાનાની અંદર રિવર્સમાં કાર લેતા સમયે 14 મહિનાની માસુમ બાળકીને કાર ચાલકે હડફેટે લીધી હતી અને બાળકી ઉપર કાર ચડાવી દેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે બાળકીનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ ક્યુટોન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતેન્દ્રભાઈ સુરપાલસિંહ અજનાર (30)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 7 એઆર 0014 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ક્યુટોન સિરામિક કારખાનામાં ફરિયાદી ની 14 મહિનાની દીકરી આયુષી રમતી હતી ત્યારે આરોપી પોતાના હવાલા વાળી કાર રિવર્સમાં લઈ રહ્યો હતો અને તેણે કાર રિવર્સમાં લેતા સમયે ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી અને તેના ઉપર કાર ચડાવી દીધી હતી જેથી બાળકીને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ હાલમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ત્રણ બોટલ દારૂ
મોરબીના રણછોડનગર મેઈન રોડ પરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવતા 240 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે જાવેદભાઈ મહેબુબભાઇ જામ (24) રહે. વિજયનગર પવિત્ર ફુવા સામે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે









