પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન
ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
SHARE
ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું. યુવકના મોતના કારણે પરિવારમાં કલ્પાંત છવાયો હતો. મળતી માહિતી મુજબ, અનંત રાધેશ્યામ ઠાકુર (ઉંમર વર્ષ 25, રહે. બંગાવડી ગામ, પ્રફુલભાઈની વાડીએ, તાલુકો ટંકારા, જીલ્લો મોરબી) ગઈકાલે સાંજના પાંચ વાગ્યાં આસપાસ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી જતા તેને ટંકારા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરાયો હતો.
અત્રે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, અનંત મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. અહીં હજુ 15 દિવસ પહેલા જ આવ્યો હતો. તે 4 ભાઈ અને 1 બહેનમાં બીજા નંબરનો હતો. તે અપરણિત હતો અને ખેતી મજૂરી કરતો. પરિવારે જણાવ્યું કે, તે દારૂના નશામાં હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો. જોડિયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.









