ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા
SHARE
મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા
મોરબીની પંચાસર ચોકડી પાસે આજે મહાપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રોડની બંને બાજુએ કરવામાં આવેલા કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને આવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ રોડ રસ્તાની સાઈડના દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
મોરબી મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં સાઈડમાં થયેલા દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીની પંચાસર ચોકડી પાસેથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર જે રોડની બંને બાજુએ કાચા પાકા દબાણો કરીને ઓરડીઓ અને દુકાનો બનાવવામાં આવી હતી તે તમામને બે સરકારી જેસીબીને કામે લગાડીને તોડી પાડવામાં આવ્યા હતા અને રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે વધુમાં પાલિકાના ટાઉન પ્લાનર શુભમ પટેલે જણાવ્યું છે કે, રોડ રસ્તાની સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દર સપ્તાહમાં દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે પંચાસર ચોકડી પાસે દબાણ દૂર કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં જે કોઈ દબાણ ધ્યાન ઉપર આવશે તેને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.









