તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો
SHARE
તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો
તેરા તુજકો અર્પણ અંતર્ગત લોકોની અરજી લઈને તેઓના ખવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન સહિતનો કિંમતી મુદામાલ શોધવામાં આવતા હોય છે તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા 42 મોબાઈલ, ત્રણ બાઇક તેમજ બે વ્યક્તિની રોકડ રકમ સહિત કુલ મળીને 12.07 લાખનો મુદ્દામાલ ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોની ખોવાયેલ કે ચોરાયેલ વસ્તુઓને અરજી લઈને પોલીસ દ્વારા શોધવામાં આવે છે અને ત્યાર બાદ મૂળ માલિકને પરત આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલ આવી અરજીને ધ્યાને લઈને પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને 8,09,398 ની કિંમતના 42 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને જુદાજુદાબે અરજદારોની અનુક્રમે 2,83,000 અને 1,15,000 ની રોકડ રકમ તથા ત્રણ બિનવારસી બાઇક શોધી કાઢીને મૂળ માલિકોને ડીવાયએસપી પી.એ.ઝાલાના હસ્તે મોરબી એ ડિવિઝન પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટિમ દ્વારા પરત આપવામાં આવેલ છે આમ કુલ મળીને 12,07,398 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે મૂળ માલિકોને પરત આપેલ છે.