મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન ચેકિંગ-કોમ્બીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ વાળી ૫૭ અને ફેન્સી નંબર પ્લેટ વાળી ૩૭ કારના ચાલકો સામે કાર્યવાહી


SHARE













મોરબીમાં વાહન ચેકિંગ-કોમ્બીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ વાળી ૫૭ અને ફેન્સી નંબર પ્લેટ વાળી ૩૭ કારના ચાલકો સામે કાર્યવાહી

૩૧ ડીસેમ્બરને ધ્યાને રાખીને પોલીસે મોરબી શહેરમાં કોમ્બીંગ કર્યું હતું અને વાહન ચેકિંગ કર્યું હતું ત્યારે ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફીલ્મ વાળા વાહનોના ચાલક સામે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ પણ વસૂલ કરવામાં આવેલ હતો.

મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા મોરબી શહેર વિસ્તારમાં કોમ્બીંગ તથા વાહન ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી પી.એ.ઝાલા તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા, મોરબી એ અને બી ડિવિઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના  અધિકારીઓ અને કર્મચારીની અલગ અલગ ટીમો બનાવીને તેમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ સહિતની કામગીરી કરી રહ્યા હતા ત્યારે દારૂ પી ને વાહન ચલાવતા ઇસમો, કાળા કાચ વાળી ફોરવ્હીલ ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, નંબરપ્લેટ વગરના વાહનો તેમજ શીટ બેલ્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો, રોંગ સાઇડ તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા વાહન ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બીંગ દરમ્યાન કાળા કાચ વાળી ગાડીઓના ૫૮ કેસ, ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનોના ૩૭ કેસ, શીટ બેલ્ટના ૪ કેસ, નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે ૭ કેસ, ટ્રાફિક અડચણરૂપ પાર્કીંગના ૨ કેસ, દારૂના ૭ કેસ કર્યા હતા અને ૧૧ વાહન ડીટેઇન કરેલ છે તેમજ ૧ શખ્સ તિક્ષ્ણ હથિયાર સાથે પકડાયો હતો તેની સામે કાર્યવાહી કરેલ છે તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી ૧,૦૦,૬૦૦ દંડ વસૂલ કરવામાં આવેલ છે.






Latest News