મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી બે સ્કૂટરની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ 


SHARE











મોરબીમાં પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી બે સ્કૂટરની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ 

મોરબીના બાયપાસ રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટના ગેટ પાસે પાર્કિંગમાંથી બે સ્કૂટરની ચોરી કરવામાં આવી હતી જેની યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ચોરીના આ ગુનામાં બે આરોપીને પકડવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ બંને સ્કૂટર પોલીસે કબ્જે કર્યા છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા હર્ષ હિતેશભાઈ કવૈયા (25)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ કરી હતી જેમાં  તેને જણાવ્યુ હતું કે, ગત તા. 6/10 ના રોજ રાત્રીના 9 થી 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદીનું સ્કૂટર જીજે 36 એએચ 5999 અને મિત્ર પંકજભાઈ રાઠોડનું સ્કૂટર જીજે 36 એજી 1400 એમ બે સ્કૂટરની ચોરી કરવામાં આવી છે જેથી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એચ. સોંદરવા અને તેની ટીમ દ્વારા આરોપી સાજીદ ઉર્ફે ભૂરો બાબુભાઈ (35) રહે. બજરંગ વાળી રાજકોટ મૂળ રહે. મુંબઈ તથા અહેમદ હનીફ કુરેશી (26) રહે. માળીયા ફ્લેટ આવાસ યોજનામાં ગ્રીનલેન્ડ વાળાની ધરપકડ કરેલ છે અને આ બાબતે તપાસની અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓ વાહન ચોરીમાં અમદાવાદ ખાતે પકડાયા હતા અને ત્યાં તેણે મોરબીમાં બે સ્કૂટરની ચોરી કરી હોવાની કબુલ કાપી હતી જેથી અમદાવાદ પોલીસ પાસેથી તે બંને આરોપીઓનો કબજો લેવામાં આવેલ છે અને તેની પાસેથી ચોરી કરવામાં આવેલ બંને સ્કૂટરનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના નવા કડીયાણા ગામે રહેતા જયાબેન ઈશ્વરભાઈ કોળી (52) નામના મહિલા ગામની સીમમાંથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતો રવિન્દ્રસિંહ વનરાજસિંહ પરમાર (14) નામનો બાળક બાઇકમાં ભાંગેશ્વર મહાદેવ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જવાને કારણે તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News